પોળ સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો ટીવીના પડદે પણ દેખાશે: ખાડિયામાં જેઠાભાઇ શેઠની હવેલીમાં રહેતા ૯૬ વર્ષીય દાદીના સંસ્મરણો પરથી એનઆઈડીના સ્ટુડન્ટ્સે પેઇન્ટિંગ્સ બનાવ્યા
અમિતાભ બચ્ચને અમદાવાદની પોળમાં પતંગબાજી કર્યા બાદ પોળના હેરિટેજમાં દેશ-દુનિયાના લોકોને તેમાં રસ પડ્યો છે. આ ઉત્સુકતાના પગલે એન્ટરટેઈનમેન્ટ ચેનલો પણ શહેરની પોળ સંસ્કૃતિની ઝલક દર્શાવવા ઉતાવળી બની છે. આવા જ એક પ્રયત્નમાં આજે યુટીવી બિન્દાસ ચેનલના લેટેસ્ટ રીયાલિટી શો ‘રોડ ડાયરીઝ’ની ટીમ અમદાવાદના ખાડિયાની ધોબીની પોળમાં આવેલી જેઠાભાઇ શેઠની હવેલીએ પહોંચી હતી.
હવેલીમાં રહેતા ૯૬ વર્ષીય દાદી સુલોચનાબેન આ શોમાં તેમના પોળના સંભારણા કંઇક અલગ જ રીતે કહેતા જોવા મળશે. આજે આ ચેનલે અમદાવાદની પોળ સંસ્કૃતિનું એકદમ અલગ જ રીતે શૂટિંગ કર્યું હતું એનઆઈડીના સ્ટુડન્ટ્સ પેઈન્ટિંગ બનાવ્યા : રોડ ડાયરીઝ શોની ટીમ કેવી રીતે જેઠાભાઇ શેઠની હવેલી પહોંચી હતી તે વિશે સુલોચનાબેનના પૌત્ર રાહીલ પટેલે જણાવ્યું હતું કે, ચેનલના સંચાલકોને ક્યાંકથી ખબર પડી હતી કે અમે પોળની સંસ્કૃતિની ઓળખસમી હવેલીમાં રહીએ છીએ અને અમારા ઘરમાં સૌથી વડીલ સભ્ય મારા દાદી સુલોચનાબેન છે, જે ૯૬ વર્ષના છે.
રોડ ડાયરીઝ શો માટે તેમણે એવો પ્લાન ઘડ્યો કે મારા દાદી સુલોચનાબેન પોળના સંસ્મરણોની વાર્તા તેમને કહે. પાંચ કન્ટેસ્ટન્ટ આ વાર્તા એનઆઇડીના સ્ટુડન્ટ્સને કહેશે અને તેના પરથી તેઓ પેઈન્ટિંગ બનાવશે. આ પૈકીના બેસ્ટ પેઈન્ટિંગના આધારે કન્ટેસ્ટન્ટ્ને પ્લસ પોઇન્ટ્સ મળશે.
૯૦ વર્ષ પહેલાં લગ્નની ધામધૂમ કેવી હતી : દાદી સુલોચનાબેને આજે થયેલા શુટિંગમાં કન્ટેસ્ટન્ટ્સને પાંચ સંભારણા કીધા હતા. સુલોચનાબેનના લગ્ન માત્ર સાત વર્ષની ઉંમરે થયા હતા. દાદીએ લગ્નને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે વખતે તેમના પતિ ચંદ્રકાન્તભાઇ હાથી પર બેસીને ધોબીની પોળની લાંબા પાડાની પોળ જાન લઇને ગયા હતા. રાયપુર દરવાજાથી છબીલા હનુમાન સુધી મોતીના તોરણો બંધાવ્યા હતા. લગ્નમાં આર્મી બેન્ડ અને લોકલ બેન્ડ બોલાવાયા હતા. ૨૫,૦૦૦ લોકોનું નાત જમણ થયું હતું. કન્ટેસ્ટન્ટે આ વાર્તા પરથી ચિત્ર બનાવડાવ્યું હતું.
લાલ મોઢાવાળી વાંદરી પુસ્તકો ઉઠાવીને લાવતી હતી : સાત વર્ષે પોતાના લગ્ન બાદ ૧૪ વર્ષના થયા ત્યારે સુલોચનાબેન સાસરે રહેવા ગયા હતા. જોકે તે દરમિયાનના સાત વર્ષમાં તેઓ ચંદ્રકાન્તભાઇને કેવી રીતે મળતાં તે વિશે રાહીલ પટેલે જણાવ્યું હતું કે, મારા ચિત્રકાર દાદા ચંદ્રકાન્તભાઇએ એક લાલ મોઢાવાળી માંકડી (વાંદરી) પાળી હતી. ચણીયા-ચોળી પહેરતી રતની નામની આ માંકડી અમારી હવેલીની બાજુમાં જ આવેલી આરબીઆરસી સ્કૂલમાં ભણતા દાદી સુલોચનાબેનની ચોપડીઓ ઉઠાવીને લઇ આવતી. જેને લેવા માટે દાદીને મારે ઘેર આવવું પડતું અને એ રીતે દાદા તેમને મળી લેતા હતા. મજાકમાં એવું કહેવાતું હતું કે, દાદાએ જ રતનીને ટ્રેઇન કરી હશે. આ સિવાય હવેલીમાં પાળેલા કાકાકૌઆ, સાસુવહુની ચોપાટ અને વૈષ્ણવ શ્રદ્ધાનાં સંભારણા પણ શુટિંગ દરમિયાન આવરી લેવામાં આવ્યા છે.
રોડ ડાયરીઝ શો ઇન્ડો-તિબેટ બોર્ડર પર પૂરો થશે
મુંબઇના ગોરગાંવ ફિલ્મ સિટીથી શરૂ થયેલી રોડ ડાયરીઝના પાંચ કન્ટેસ્ટન્ટની સફર ઇન્ડો-તિબેટ બોર્ડર પર પૂરી થશે. આ શોમાં ‘મિલે જબ હમ તુમ’ અને ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’ ફેઇમ એક્ટર અર્જુન બિજલાણી હોસ્ટ છે. ચંદીગઢ, મુંબઇ, ગુડગાંવ, બેંગલોર વગેરેના પાંચ કન્ટેસ્ટન્ટને અર્જુને આજે અમદાવાદી પોળથી અવગત કરાવ્યા હતાં. રસ્તામાં સ્પર્ધકો જંગલો, નદીઓ, મેદાઓ ખૂંદતા હીમાલય પર પોતાની સફર પૂરી કરશે.